એડી મચકોડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય


એડીમાં મચકોડની સમસ્યા થઇ જવાના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એડીમાં મચકોડની સમસ્યા ત્યારે થાય છે જ્યારે આકસ્મિક રીતે એડી અથવા પગ મચકોડાઇ જાય છે. આ કારણથી એડીમાં દુખાવા અને સોજા આવે છે. એડીમાં મચકોડ આવવાનું કારણ ચાલવામાં પણ પરેશાની રહે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો પેન કિલર અથવા સ્પ્રેનો સહારો લે છે.




આવી રીતે મેળવી શકો છો છુટકારો

સૌથી પેહલા તમારા નજીકના ફિઝીયોથેરાપી  ના સેન્ટર ની મુલાકાત લો અને ડૉક્ટર ને તમારા દુઃખ વિષે જણાવો , ત્યાર પછી એમના માર્ગ દર્શન હેઠળ સારવાર લો અને એમને બતાવ્યા પ્રમાણે કસરત કરો.


ઘર માટે એટલું  કરો। ..

1 ) ડોક્ટરે  બતાવ્યા પ્રમાણે દિવસ માં 4  વાર કસરત કરો...



2 )  એડીમાં મચકોડ આવવા પર તમારે સૌથી પહેલા આરામ કરવો જોઇએ. આરામ કરવાથી તમને દુખાવાથી આરામ મળશે અને સોજો પણ ઓછો થઇ જશે.


3  ) ગુલાબ જળ એડીમાં મચકોડની સમસ્યા ઓછી કરે છે. ગુલાબ જળમાં મોજૂદ એન્ટીસેપ્ટિક અને એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણ દુખાવા અને સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. ગુલાબ જળને પ્રભાવિત ભાગ પર લગાવવાથી તમને આરામ મહેસૂસ થઇ શકે છે.


4 )  હળદરમાં એક ચપટી મીઠું મિક્સ કરો અને એની પેસ્ટ બનાવીને પ્રભાવિચ ભાગ પર લગાવીને 20 25 મીનિટ સુધી રાખી મૂકો. પછી પાણીથી ધોઇ નાંખો. હળદરમાં મોજૂદ કપરકુમિન નામનું તત્વ તમારા દુખાવા અને સોજાથી રાહત અપાવે છે. સાથે જ એન્ટી ઇન્ફેલમેટ્રી ગુણ દુખાવાને ઓછો કરે છે.

5  ) એક કપડામાં બરફને લપેટીને 15 20 મીનિટ સુધી મચકોડ આવેલા ભાગ પર શેક કરો. જલ્દી આરામ માટે તમે દર કલાકમાં એ શેક કરો. જેનાથી સોજામાં રાહત મળશે.




ડો. રૃચિત શાહ  
ફિજીયોથેરાપીસ્ટ 
( મ.પી.ટી. - ઓર્થો ) 

No comments:

Post a Comment