વિઝા વિના હનીમૂન માટે વિદેશ ફરવા જવાની ઇચ્છા છે, તો પસંદ કરો આ 4 જગ્યાઓ

વિઝા વિના હનીમૂન માટે વિદેશ ફરવા જવાની ઇચ્છા છે, તો પસંદ કરો આ 4 જગ્યાઓ



સામાન્ય રીતે લગ્ન બાદ દરેક કપલ પોતાના જીવનની શરૂઆત માટે સુંદર જગ્યાની શોધમાં હોય છે. જ્યા તે પોતાના પાર્ટનર સાથે સારો સમય વિતાવી શકે તથા તે સ્થળ સુંદર હોય. દેશમાં તો રજાઓના સમયમાં ફરી શકાય છે. પરંતુ વિદેશ જવાનો લહાવો તો ક્યારેક જ મળે છે.



તેથી હનીમૂન માટે વિદેશ જવાનું વિચારી રહ્યાં હોય અને ફક્ત વિઝાના કારણે જ મન પાછુ પડતુ હોય તો ચિંતા મુક્ત થઇ જાઓ. કારણ કે એશિયામાં એવા અન્ય દેશો પણ છે જ્યાં ભારતીયોને ફરવા જવા માટે વિઝાની જરૂર નથી. જી હાં, ફક્ત તમારા પાસપોર્ટ સાથે રાખીને આ દેશોમાં ફરવા જઇ શકો છો.
                                                  



                                     - મોરિશિયસ





મોરેશિયસને બીજો ભારત દેશ કહેવામાં આવે તો નવાઈની કોઇ વાત નથી. આ સુંદર દેશમાં મુસાફરી કરવા માટે તમારે સંપૂર્ણ ત્રણ મહિના સુધી વિઝા વિના રહી શકાશે. તેથી જો તમે બીચની સાથે સમુદ્રમાં એડવેન્ચર કરવાનું વિચારી રહ્યાં છો તો તો આ દેશમાં હનીમૂન માટે જવા ચોક્કસ વિચારો.

                                      - મકાઉ



મકાઉ દક્ષિણ ચાઇના નજીક આવેલો એક નાનો દેશ છે. અહીંની ચમકદમક અને લક્ઝરી લાઇફના કારણે ટુરિસ્ટ આ દેશમાં પરવા આવું ખૂબ જ પસંદ કરે છે. મકાઉમાં તમે વિઝા વગર ત્રીસ દિવસ આરામથી ફરી શકો છો.

                                     - ઇન્ડોનેશિયા



ઇન્ડોનેશિયાનું સુંદર શહેર એટલે કે બાલી ભારતીયોમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં આવનારા ભારતીય પ્રવાસી શાંતિથી ફરી શકે તે માટે થઇને ફક્ત પાસપોર્ટ સાથે, વિઝા વિના 30 દિવસ સુધી વિતાવી શકાય છે. ઇન્ડોનેશિયામાં ઘણા સુંદર ટાપુઓ અને દરિયાકિનારા છે.

                                     - માલદીવ



બોલિવૂડ સ્ટાર્સ આ સુંદર દેશમાં વારંવાર ફરવા જાય છે. આ દેશ 90 દિવસ સુધી ભારતીય પાસપોર્ટ ધારકોને ફ્રી વિઝા રહેવાની પરમિશન આપે છે. સફેદ દરિયા કિનારા અને અમેઝિંગ પાણીની નીચેની દુનિયા જ માલદીવને અન્ય દેશોથી અલગ કરે છે. દુનિયામાં સૌથી સુંદર દરિયા માટે માલદીવ ફેમસ છે. આ દેશમાં 1200 ટાપુ સામેલ છે.



No comments:

Post a Comment