બાળકોની ઉંચાઇ વધારવામાં મદદ કરે છે આ યોગાસન, નિયમિત કરાવો અભ્યાસ

યોગ દ્વારા ગંભીર બિમારીઓ પણ દૂર થઇ જાય છે. શારિરીક પ્રવૃત્તિ અને ખેલકૂદથી દૂર થઇ રહેલાં બાળકોની ઉંચાઇ ન વધવી હવે સામાન્ય સમસ્યા બની ગઇ છેબાળકો દિવસભર હાથમાં મોબાઈલ લઈ બેસી રહે છે તેના કારણે તેમનો શારીરિક શ્રમ ઘટી જાય છે અને તેના કારણે તેમની લંબાઈ વધવી જોઈએ તેટલી વધતી નથી. બાળકો શારીરિક પ્રવૃત્તિઓ અને રમતગમતથી દૂર રહે છે અને તેમની લંબાઈ વધતી નથી તેમને સમસ્યા પણ યોગ દૂર કરી શકે છે. તેવામાં તમને જણાવીએ એવા ત્રણ આસન વિશે જે બાળકો માટે છે અને તેને કરવાથી લંબાઈ વધે છે.



 સર્વાંગાસન


આ યોગ કરવા માટે જમીન પર સીધા સુઈ અને બંને પગને ધીરે ધીરે ઉપરની તરફ લઈ જાઓ. જ્યારે પગ કમર સુધી સીધા થઈ જાય ત્યારે હાથથી કમરને સપોર્ટ આપી અને શરીરને શક્ય હોય તેટલું સીધી કરો. આ સ્થિતિમાં થોડી સેકન્ડ રહી ધીરે ધીરે શરીરને નીચે લાવો અને પછી ફરીથી આ આસન કરો.



મેરૂદંડાસન


આ આસન કરવા માટે બંને પગ સાથે રાખી ઊભા રહો અને હાથને ઉપરની તરફ લઈ જાઓ અને હાથ જોડી રાખો. હવે શ્વાસ અંદરની તરફ ખેંચી અને એક વખત ડાબે તેમજ એક વખત જમણી તરફ વારાફરતી ઝુકવું. આ આસન કરવાથી કરોડરજ્જુમાં લચક આવે છે અને લંબાઈ વધે છે.







ભુજંગાસન


જો બાળકોની લંબાઈ વધતી ન હોય તો ભુજંગાસન કરવાથી ફાયદો થશે. આ યોગ કરવા માટે જમીન પર ઊંધા સૂઈ જાઓ. શરીરના અંગને ઢીલા મુકી દો અને પછી પગના પંજાને જમીન પર જ રાખી હાથથી શરીરના ઉપરના ભાગને પાછળની તરફ ધીમે ધીમે લઈ જાઓ. આ આસન તસવીરમાં દર્શાવ્યાનુસાર કરો.

No comments:

Post a Comment