આઈસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ : સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને છ વિકેટથી હરાવ્યું

આઈસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ : સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને છ વિકેટથી હરાવ્યું







સાઉથ આફ્રિકાએ આઈસીસી મહિલા ટી-૨૦ ગ્રુપ-બીની પોતાની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને છ વિકેટથી હરાવી ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી હતી. સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરતા ઇંગ્લેન્ડને આઠ વિકેટે ૧૨૩ રન પર રોકી દીધું અને બે બોલ બાકી રહેતા ચાર વિકેટ ગુમાવી ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો.




સાઉથ આફ્રિકા માટે કેપ્ટન ડેન વાન નિએકર્કે ૫૧ બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સરની મદદથી સર્વાધિક ૪૬ રનની ઇનિંગ રમી હતી. તેના માટે તેમને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેના સિવાય મેરીજેન કાપે ૩૮, મિંગનોન ડુ પ્રીજે અણનમ ૧૮, ક્લોએ તાયરોને ૧૨ અને લીજલી લીએ ચાર રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી સોફી એક્લેસ્ટોને બે અને સારાહ ગ્લેન તથા અન્યા શ્રબ શોલેએ એક-એક વિકેટ પોતાના નામે કરી હતી.
આ અગાઉ, ઇંગ્લેન્ડની ટીમ નતાલી શિવરના ૫૦ રન હોવા છતાં આઠ વિકેટે ૧૨૩ રન સુધી પહોંચી શક્યું હતું. એમી એલેન જોન્સે ૨૩ અને ફ્રાન વિલ્સને ૧૪ રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી અયાબોંગા ખાકાએ ત્રણ, કેપ્ટન ડેન વાન નીએકર્ક અને મેરીજેન કાપે બે-બે જ્યારે શબનમ ઈસ્માઈલે એક વિકેટ લીધી હતી.

No comments:

Post a Comment