સુંદરતા વધારવાને બદલે લીંબુ વધારી દેશે સનબર્ન અને ખીલની સમસ્યા

લીંબુનો ઉપયોગ સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે. ત્વચાની સમસ્યાઓ દૂર કરતાં ઘરેલુ ઉપચારમાં આ સૌથી સામાન્ય રીતે વપરાતી વસ્તુ છે. કેમ કે લીંબુમાં વિટામિન સી હોય છે. તેથી જ લીંબુના રસની મદદથી ત્વચાની ખીલ, ડાઘ દૂર કરવા માટે કરવામાં આવે છે. શું તમે જાણો છો કે ત્વચા પર લીંબુનો રસ લગાવવાથી થોડી આડઅસર પણ થાય છે ?
ખંજવાળ અને બળતરા
સાઇટ્રસ ફળોમાં સાઇટ્રિક એસિડ હોય છે. સ્વસ્થ ત્વચામાં થોડું એસિડિક પીએચ હોય છે. જે બેક્ટેરિયા અને યીસ્ટને દૂર કરે છે. આ ફાયદા માટે લીંબુનો રસ ત્વચા પર લગાવી શકાય છે. જો કે તેનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો ત્વચાને નુકસાન થઈ શકે છે. તેનાથી ત્વચામાં બળતરા અને ખંજવાળ આવવાની તકલીફ થાય છે.



એક્ને અને ખીલના ડાઘ


લીંબુનો રસ લગાવવાથી ખીલના ડાઘા સૌથી વધુ દેખાય છે કારણ કે લીંબુ એસિડિક હોવાથી લીંબુનો રસ લગાવવાથી ખીલ ફૂટી જાય છે અને તેમાથી લોહી પણ નીકળે છે.
ત્વચાની રંગત બદલવી
ચામડીનો રંગ બદલવોએ લીંબુના રસનો ઉપયોગ કરવાની સૌથી મોટી આડઅસર કહી શકાય. તેથી જેમની ત્વચા શ્યામ રંગની હોય છે તેમણે લીંબુનો રસ સાવધાનીથી ઉપયોગમાં લેવો.





સનબર્ન


જેમ જેમ તમે લીંબુનો રસ વધારે ઉપયોગમાં લ્યો છો ત્યારે ત્વચાની સંવેદનશીલતા વધે છે. તેથી સૂર્ય કિરણો ત્વચાને વધુ નુકસાન કરે છે અને સનબર્ન પણ થાય છે.

No comments:

Post a Comment